હિમતનગર
હિંમતનગરના સહકારીજીન ચોકડી પર ભારે ટ્રાફિક જામથી લોકો પરેશાન

શીતલ ઠાકર,ગાધીનગર
હિંમતનગરના સહકારીજીન ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો ભારે પરેશાન બન્યા હતા. લાંબા સમયથી વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઈ જતા અવરજવર સંપૂર્ણપણે ધીમી પડી ગઈ હતી.

નેશનલ હાઈવે ચોકડીથી લઈ સર્વિસ રોડ અને શહેરના અંદરના માર્ગો સુધી ટ્રાફિકનો દબાણ જોવા મળ્યો હતો. જેના કારણે શહેરના રહિશોને પણ દૈનિક કામકાજમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

મુખ્યત્વે સાંકડા સર્વિસ રોડ અને ચારેય બાજુ ચાલી રહેલા ખોદકામને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી. વાહનચાલકોને વારંવાર અવરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.

પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વાહનવ્યવહારને હળવો કરવાની કામગીરી શરૂ કરતા ધીમે ધીમે રાહત મળી હતી.






