અરવલ્લી
અરવલ્લી વન વિભાગના ભિલોડા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારમાં દવ લગાડતા એક ઈસમની કરવામાં આવેલી ધરપકડ

પરાગ હજારી,હિમતનગર
અરવલ્લી વન વિભાગ મોડાસાના ભિલોડા રેન્જના કાર્ય વિસ્તારમાં તા.૨૬/૦૩/૨૦૨૬ ના રોજ મોજે.વજેપુર જંગલ સર્વે નંબર ૨૨૦ પૈકી વિસ્તારમાં અસામાજિક તત્વો ધ્વારા દવ લગાડેલ. દવ ઓલાવવાની કામગીરી દરમિયાન સદર જંગલ વિસ્તારમાં બાબુભાઈ લાલજીભાઈ પાંડોર, રહે.વેજપુર ધ્વારા દવ લગાડતાં તેઓને રંગે હાથે પકડી, વન વિભાગના મેં.ડીસીએફ સાહેબ, ACF, RFO એસ.પી. રહેવર ના માર્ગદર્શન હેઠળ ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ ૨૬-૧ (ખ) મુજબ વન ગુનાની સંડોવણીમાં અટકાયત કરી ગુનાના પેટે ૧૫,૦૦૦/- અંકે રૂપિયા પંદર હજાર પુરા વસુલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.



