ટોચના સમાચાર

“કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો ગુજરાત પર પ્રહાર! ‘અશિક્ષિત’ નિવેદનથી વિવાદ”

શીતલ ઠાકર,ગાંધીનગર

કેરળ રાજ્યના ઇડુક્કી જિલ્લામાં યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ નિવેદન દેશભરમાં વિવાદનું કેન્દ્ર બન્યું છે

ખડગેએ પોતાના ભાષણમાં ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ લોકો ને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેઓ ગુજરાત જેવા સ્થળોએ અશિક્ષિત લોકોને સરળતાથી ભ્રમિત કરી શકે છે, પરંતુ કેરળના શિક્ષિત લોકોને નહીં। આ નિવેદન દ્વારા ખડગેએ ભાજપની ટીકા સાથે ગુજરાતના લોકોને “અશિક્ષિત” ગણાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે

આ નિવેદન સામે ગુજરાતમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે। લોકો આને પોતાના સ્વાભિમાન પર સીધો હુમલો ગણાવી રહ્યા છે અને વિવિધ રાજકીય પક્ષો તથા સામાજિક સંગઠનો દ્વારા ખડગે સામે કડક કાર્યવાહી અને જાહેર માફીની માંગ ઉઠાવવામાં આવી રહી છે

રાજકીય વિશ્લેષકોના મત મુજબ, ચૂંટણીના સમયે ભાજપને ટાર્ગેટ કરતા ગુજરાતના લોકો અંગે આવી ટિપ્પણી કરવી વિવાદિત અને સંવેદનશીલ છે, જે રાજકીય માહોલને વધુ ગરમાવી શકે છે

હાલ આ મુદ્દે દેશની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસ તરફથી કોઈ સ્પષ્ટતા કે માફી આવે છે કે નહીં.તે હવે જોવાનું રહેશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!