હિમતનગર
હિંમતનગર શહેરના શંકરનગરમાં વરસાદી પાણીની સમસ્યા, રહીશોની રજૂઆત

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી શંકરનગર સોસાયટીમાં કમોસમી વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની હતી. ખાસ કરીને નીચાણવાળા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગત તા.૭ એપ્રિલે પડેલા વરસાદ પછી સોસાયટીમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. વારંવાર આવી સ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ ન આવતા સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.

આ મુદ્દે સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તાત્કાલિક તેમજ કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી.

પાલિકા દ્વારા હાલ બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ચીફ ઓફિસરે સ્થળ મુલાકાત લઈ જરૂરી




