ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા હાઈવે પર ઇકોકાર ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પરથી રવિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલ એક ઇકોકારના ચાલકે ગમે તે કારણસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઇકોકાર ડીવાઈડર પર ચઢી ગઈ હતી અકસ્માત અંગેની વિગત એવી છે કે રવિવારે મોડી રાત્રે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલ ઇકોકાર નં.જીજે.૦૯બીએમ.૭પ૩પના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ઇકોકાર ધડાકાભેર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેના લીધે ઇકોકારને નુકશાન થવા પામ્યું હતું. અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




