ઈડર નગરપાલિકા આ વખતે કોના પાલા માં ?????

ઈડર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, આ વખતે આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ભાજપે પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે ફોર્મ ભરનાર 9 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે, જેમાં પૂર્વ પ્રમુખ જયસિંહ તંવર જેવા દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરીને મુખ્ય પક્ષોના સમીકરણો બગાડ્યા હોય તેવું લાગે છે. ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને નારાજગી જોવા મળી છે, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે તેવી શક્યતા છે. ભાજપ અને કોંગ્રેસની સાથે આ વખતે અપક્ષ ઉમેદવારોના કારણે મુકાબલો રસપ્રદ બન્યો છે. કોંગ્રેસ પક્ષે આ વખતે વહેલી તૈયારીઓ શરૂ કરી હતી અને વિવિધ વોર્ડમાં બેઠકો યોજીને મતદારોને આકર્ષવા પ્રયાસો કર્યા છે ઇડર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રાજકીય માહોલ ગરમાયો છે અને કોંગ્રેસ પક્ષ સક્રિય રીતે મેદાનમાં છે. એપ્રિલ ૨૦૨૬માં યોજાનારી આ ચૂંટણી માટે કોંગ્રેસે તેના ઉમેદવારો સાથે મજબૂત રણનીતિ બનાવી છે.ઇડર નગરપાલિકા ના મતદારોનું ‘અકળ મૌન’ ખરેખર ઉમેદવારો માટે ચિંતાનો વિષય છે. વર્ષો જૂના શાસન પ્રત્યેનો કથિત અસંતોષ અને સામે પક્ષે મજબૂત અપક્ષ પેનલોની હાજરીને કારણે આ વખતે પરિણામોમાં કંઈક નવું જોવા મળી શકે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. જે હોય તે ખરું પણ સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ માટે મતદાન 26 એપ્રિલ, 2026 ના રોજ થવાનું છે અને પરિણામ 28 એપ્રિલ, 2026 ના રોજ જાહેર થતાં જ બધું સ્પસ્ટ થઈ જશે.




