હિમતનગર

વસ્તી ગણતરી માટે સાબરકાંઠાનું વહીવટી તંત્ર સજ્જ

૩ હજારથી વધુ સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે

[01:33, 10/05/2026] Gambhirpura City: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વસ્તી ગણતરી કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. ત્યારે તા.૧૬ મેથી દરેક પરિવારો પોતાની રીતે ઓનલાઇન ૩૩ સવાલોના જવાબો આપી વિગતો રજૂ કરશે. ત્યારબાદ તા.૧ જૂનથી સાબરકાંઠા જિલ્લામાં ૩ હજારથી વધુ સરકારી કર્મચારીઓ દરેક પરિવારોનો સંપર્ક કરી અધુરી વિગતો તથા અન્ય વિગતો મેળવી લેશે. સમગ્ર કામગીરીમાં જિલ્લા કલેકટર તથા અધિક કલેકટર નજર રાખશે.
આ અંગે જિલ્લા કલેકટર નારાયણસિંઘ સાદુએ જણાવ્યુ હતુ કે આગામી તા.૧ જૂનથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરીનો પ્રારંભ થશે ત્યારે તેમાં ૧૪ ટેકનીકલ આસીસ્ટન્ટ તથા ૨ જિલ્લાકક્ષાએ અધિકારીઓ ફરજ બજાવશે. જિલ્લામાં સેન્સિસ ચાર્જ ઓફિસર તરીકે ૧૪ અધિકારીઓ રહેશે તથા ૧૪ સેન્સિસ કલાર્ક રોજબરોજ કામગીરીની ઓનલાઇન નોંધણી કરશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના તાલુકામાં ૧૪ નાયબ મામલતદારો ફરજ બજાવશે. ગણતરીદારોની વાત કરીએ તો લગભગ ૨૨૯૦ કર્મચારીઓને વસ્તી ગણતરી કરવા માટે કામગીરીમાં જોડવામાં આવશે.
જિલ્લામાં વસ્તી ગણતરી કામગીરીનું સુપરવિઝન કરવા માટે લગભગ ૩૭૯ અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે. એટલુ જ નહી પણ મલ્ટીટાસ્કીંગ સ્ટાફમાં જિલ્લા લેવલે ૧ અધિકારીને જવાબદારી સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તા.૧૬ મેથી સાબરકાંઠા જિલ્લામાં રહેતા તમામ પરિવારો કેન્દ્ર અને રાજય સરકારે તૈયાર કરેલા ૩૩ પ્રશ્નોના જવાબો ઓનલાઇન માધ્યમથી આપી શકશે. સમગ્ર કામગીરી દરમિયાન દરેક પરિવારોની આધારકાર્ડ, મિલ્કતો, વાહનો તથા અન્ય જરૂરી વિગતો અપલોડ કરી શકશે. જોકે તા.૧ જૂનથી સરકારી કર્મચારીઓ ઓનલાઇન માહિતીને આધારે પરિવારોનો સંપર્ક કરી માહિતીની ચોક્કસાઇ કરશે.
વહીવટી તંત્ર દ્વારા વસ્તી ગણતરી દરમિયાન દરેક પરિવારની મુલાકાતે આવનાર વસ્તી ગણતરીકારને સહકાર આપવા તથા સાચી માહિતી રજૂ કરવા માટે અપીલ કરવામાં આવી છે. જિલ્લાની માહિતી એકત્ર કરાયા બાદ વહીવટી તંત્રના અધિકારીને જરૂરી વિગતો તૈયાર કરીને રાજય સરકારને મોકલી આપશે. ત્યારબાદ રાજય સરકાર કેન્દ્ર સરકારને માહિતી મોકલી આપ્યા બાદ સમગ્ર સાબરકાંઠા જિલ્લાની સ્ત્રી-પુરૂષ અને બાળકો સહિતની તમામ વિગતોને આધારે જિલ્લાની કુલ વસ્તી કેટલી છે તેની વિગતો જાહેર કરશે. હાલ તો વસ્તી ગણતરીકારો તથા આ કામગીરીમાં જોડાનાર કર્મચારીઓને વસ્તી ગણતરીના નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!