હિમતનગર

સાબરકાંઠા: હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ખેડૂતોમાં આનંદ

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. હિંમતનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

નગરપાલિકા સામે પાણી ભરાયા, વાહનચાલકો પરેશાન

વરસાદના કારણે હિંમતનગર નગરપાલિકા કાર્યાલય આગળના મુખ્ય રોડ તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી તથા અનેક સ્થળોએ ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા.

કાકરોલ, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર

શહેરની સાથે સાથે હિંમતનગર તાલુકાના કાકરોલ, મોતીપુરા, હડિયોલ, ગઢાડો અને ભોલેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

સુકાતા પાકને મળ્યું ‘જીવનદાન’

લાંબા સમયના વિરામ બાદ પડેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી વાતાવરણને કારણે સુકાઈ રહેલા મોલ-પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!