પ્રાંતિજ નગરપાલિકાનો આસી.એન્જીનીયર રૂ.૪પ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડાયો ગાંધીનગર એસીબીએ સફળ લાંચનું છટકુ ગોઠવ્યું હતું

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા એક આસી.એન્જીનીયર વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બીલ પાસ કરાવવા માટે એક જાગૃત નાગરિક પાસેથી રૂ.૪પ હજારની લાંચની માંગ કરી હતી પરંતુ જાગૃત નાગરિક લાંચ આપવા માટે માંગતા ન હતા. જેથી તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી લાંચનું છટકુ ગોઠવ્યું હતું જેમાં નગરપાલિકાના આસી.એન્જીનીયર ગાંધીનગરમાં લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેને લઈને પ્રાંતિજ નગરપાલિકામાં ચકચાર મચી જવા પામી હતી.
આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજ નગરપાલિકામાં આસી.એન્જીનીયર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ શંભુજી ચાવડાએ જાગૃત નાગરિક પાસે વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બીલ પાસ કરાવવા માટે જાગૃત નાગરિક પાસેથી ટકાવારી પ્રમાણે રૂ.૪પ હજારની માંગ કરી હતી પરંતુ આ જાગૃત નાગરિકે લાંચ આપવા માંગતા ન હતા જેથી તેમણે ગાંધીનગર એસીબીના પીઆઈ અને સુપરવીઝન અધિકારી વી.બી.પટેલ અને ઈન્ચાર્જ અધિકારી હરેશ મેવાડાનો સંપર્ક કરી લાંચનું છટકુ ગોઠવ્યું.
ત્યારબાદ સોમવારે આસી.એન્જીનીયર રાજદીપસિંહ ચાવડાને હેતુ લક્ષી વાતચીત કરી ગાંધીનગરના કર્મ યોગી ભવનની સામેના જાહેર રસ્તા પર બોલાવી લાંચ પેટે રૂ.૪પ હજાર આપતા હતા ત્યારે એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. ત્યારબાદ લાંચ લેનાર આસી.એન્જીનીયરની ધરપકડ કરી એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




