હિમતનગર

હિંમતનગર પાલિકાની કમીટીઓ માટે શરૂ થયું જોરદાર લોબિંગ !

તા.૧ જૂનની પ્રથમ સામાન્ય સભા પહેલા કોર્પોરેટરોમાં દોડધામ તેજ, મહત્વની કમીટીઓમાં સ્થાન મેળવવા ખેંચતાણ

હિંમતનગર નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને પદાધિકારીઓની વરણી બાદ હવે વિવિધ પેટા કમીટીઓની રચનાને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી તા.૧ જૂનના રોજ ટાઉન હોલ ખાતે યોજાનારી પ્રથમ સામાન્ય સભામાં પાલિકાની વિવિધ મહત્વપૂર્ણ કમીટીઓની રચના કરવામાં આવનાર હોવાથી ચૂંટાયેલા કોર્પોરેટરોમાં ભારે ઉત્સુકતા સાથે અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયું છે.

પાલિકાના પ્રમુખ અરૂણાબેન કડીયા તથા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ સભ્યોને પાઠવેલા પરિપત્ર મુજબ સામાન્ય સભામાં ગત બેઠકના પ્રોસીડીંગનું વંચાણ તથા કાર્ય નોંધ ઉપર લેવાયેલા પગલાં અંગે માહિતી આપવામાં આવશે. ત્યારબાદ પાલિકાની વિવિધ પેટા કમીટીઓની રચના મુદ્દે ચર્ચા હાથ ધરાશે અને સભામાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

નગરપાલિકાની મહત્વપૂર્ણ કમીટીઓમાં સ્થાન મેળવવા માટે કેટલાક કોર્પોરેટરો દ્વારા પોતાના રાજકીય સંપર્કો અને લાગતા-વળગતાઓ મારફતે દબાણ વધારવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાલિકાની કઈ કમીટીમાં કોને સ્થાન મળશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!