Uncategorized

જૂના સંઘપુર સંગમઘાટ આદેશ સેવા કેમ્પ દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે વિનામૂલ્યે છાશ અને પાણીની સેવા, ગરમી વચ્ચે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ

રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ નજીક વિજાપુર તાલુકાના જૂના સંઘપુર સંગમઘાટ આદેશ સેવા કેમ્પ દ્વારા વિનામૂલ્યે છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ અને તેમના પરિવારજનો સારવાર માટે આવતા હોય છે. આવા સમયે ગરમીના પ્રકોપથી રાહત મળે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં દરરોજ અંદાજે ૧૨૦૦ લિટર છાશનું વિતરણ કરવામાં આવે છે. સાથે જ પાણીની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અંદાજે ૧૦૦ જેટલા જગ પાણીનું વિતરણ કરી સેવા આપવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં હોસ્પિટલના દર્દીઓ સહિત આવતા જતા રાહદારીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે અને ગરમી વચ્ચે રાહતનો અનુભવ કરી રહ્યા છે. આ સેવા પ્રવૃત્તિથી દર્દીઓ, તેમના પરિજનો તેમજ અન્ય રાહદારીઓને ગરમીથી મોટી રાહત મળી રહી છે અને સેવા કાર્યની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!