ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં ભડકો : પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામુહિક રાજીનામાથી રાજકીય ગરમાવો

સાબરકાંઠા જિલ્લામાં ભાજપમાં ભડકો : પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોના સામુહિક રાજીનામાથી રાજકીય ગરમાવો

સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ સંગઠનમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા તથા તેમના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ મનમાની અને એકતરફી વલણના આક્ષેપો સાથે ભાજપના ૧૫ કોર્પોરેટરોએ સામુહિક રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને પાઠવ્યો હોવાનું સામે આવ્યું છે.

કોર્પોરેટરોના સહીઓવાળો રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે કુલ ૨૪ બેઠકોમાંથી ૧૯ બેઠકો છે, જેમાંથી ૧૫ સભ્યો દ્વારા વિરોધના સૂરમાં સામુહિક રાજીનામું પાઠવાતા સ્થાનિક ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે.

માહિતી મુજબ પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ પદને લઈને શરૂઆતથી જ આંતરિક ખેંચતાણ અને અસંતોષનો માહોલ રહ્યો હતો. હવે મોટી સંખ્યામાં કોર્પોરેટરો એકસાથે વિરોધમાં ઉતરતાં મામલો વધુ ગંભીર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સામુહિક વિરોધ પાછળના કારણો, આંતરિક દોરી સંચાર તેમજ અસંતોષની વિગતો એકત્રિત કરવા ભાજપ સંગઠન સક્રિય બન્યું છે. સાથે જ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે સંગઠન સ્તરે સમાધાન અને મામલાને થાળે પાડવા કવાયત શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

પ્રાંતિજ નગરપાલિકામાં સર્જાયેલા આ રાજકીય ઘટનાક્રમે સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં નવી ચર્ચાઓને વેગ આપ્યો છે.

PDF Gallery_20260601_011508

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!