ટોચના સમાચાર

લાંબડિયા ગ્રામપંચાયતમાં ખરણીયા ગામે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારની આશંકા

₹1.18 લાખનું ચુકવણું, પરંતુ સ્થળ પર કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો

લાંબડિયા ગ્રામપંચાયતમાં ખરણીયા ગામે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારની આશંકા

₹1.18 લાખનું ચુકવણું, પરંતુ સ્થળ પર કામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો

પોશીના તાલુકાની લાંબડિયા ગ્રામપંચાયત હેઠળ આવેલા ખરણીયા ગામે માતાજીના ચોકમાં કરવામાં આવેલા જાહેર પેવર બ્લોકના કામમાં હલકી ગુણવત્તા અને વ્યાપક ભ્રષ્ટાચાર થયાની આશંકા સ્થાનિકોમાં ઉઠી રહી છે.

મળતી માહિતી મુજબ “ખરણીયા ગામે માતાજીના ચોકમાં જાહેરમાં પેવર બ્લોકનું કામ” માટે ગ્રામ પંચાયત દ્વારા રૂ. 1,18,800નું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું મેરી પંચાયત પોર્ટલ પર દર્શાવવામાં આવ્યું છે. કામ માટે SATYAM SHIVAM SUNDARAM ENTERPRISEને ચુકવણી કરવામાં આવી હોવાનું પણ નોંધાયેલ છે.

પરંતુ સ્થળ પરની સ્થિતિ જોતા પેવર બ્લોકનું કામ અત્યંત નબળી ગુણવત્તાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પેવર બ્લોક અનેક જગ્યાએ અસમતલ દેખાઈ રહ્યા છે, જ્યારે થયેલા કામ અને દર્શાવાયેલા ખર્ચ વચ્ચે મોટો તફાવત હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે લાખથી વધુ રકમનું ચુકવણું કરવામાં આવ્યું હોવા છતાં સ્થળ પર થયેલું કામ તે પ્રમાણેનું જણાતું નથી. જેના કારણે ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ, ટેક્નિકલ સ્ટાફ અને કામ કરનાર એજન્સીની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ગ્રામજનોએ સમગ્ર કામની નિષ્પક્ષ અને તકનિકી તપાસ કરવાની માંગણી કરી છે. સાથે જ માપપુસ્તિકા (એમ.બી. બુક), અંદાજ પત્રક, ગુણવત્તા પરીક્ષણ અહેવાલ અને ચુકવણી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને હકીકત જાહેર કરવાની માંગ પણ ઉઠી છે.

ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોમાં સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જો કામની ગુણવત્તા જ નબળી હોય તો વિકાસના નામે થતો ખર્ચ લોકોના હિતમાં ગણાવી શકાય નહીં. તેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!