ટોપ સ્ટોરીઝ

ખાદ્ય સુરક્ષાને લઈને FSSAI સખ્ત : પ્રિન્ટેડ કાગળમાં ખોરાક પીરસવા સામે કાર્યવાહીનો ચેતાવણીભર્યો સંદેશ

દેશભરમાં રસ્તા કિનારાની લારીઓથી લઈને હોટલો, નાસ્તા હાઉસ અને ફૂડ સ્ટોલ સુધી ખોરાકને પ્રિન્ટેડ કાગળમાં લપેટીને પીરસવાની પ્રથાને લઈને હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ખાદ્ય સુરક્ષા અને જન આરોગ્યને ધ્યાનમાં રાખીને FSSAIએ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે કે કોઈપણ ખાદ્ય પદાર્થને પ્રિન્ટેડ પેપર અથવા ઈંકવાળા કાગળના સીધા સંપર્કમાં રાખી શકાય નહીં.

FSSAIના જણાવ્યા મુજબ પ્રિન્ટેડ કાગળમાં વપરાતી ઈંકમાં હાનિકારક કેમિકલ્સ અને ઝેરી તત્વો રહેલા હોઈ શકે છે, જે ખાસ કરીને ગરમ ખોરાકમાં ભળી જવાની શક્યતા વધારે રહે છે. લાંબા ગાળે આવા તત્વો પેટના રોગો, પાચનતંત્રની સમસ્યાઓ, લિવર સંબંધિત તકલીફો તેમજ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા અગાઉથી જ આ બાબતે માર્ગદર્શિકા આપવામાં આવી હતી, પરંતુ હવે વિવિધ રાજ્યો અને સ્થાનિક તંત્રને વધુ કડક અમલ માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જેના પગલે ફૂડ સ્ટોલ, લારીઓ, ઢાબા, મીઠાઈ દુકાનો અને હોટલો પર ચેકિંગ વધુ કડક બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Food Safety and Standards Act, 2006 હેઠળ નિયમોના ભંગ બદલ દંડ, ફૂડ લાયસન્સ સસ્પેન્ડ અથવા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. ગંભીર બેદરકારી અથવા ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચાડવાના કેસોમાં જેલ સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

જન આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલા આ મુદ્દે હવે ગ્રાહકોમાં પણ જાગૃતિ વધી રહી છે અને સલામત પેકિંગ સાથે સ્વચ્છ ખાદ્ય વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!