સાબરકાંઠા

બેરણામાં પૈસાની ઉઘરાણી બાબતે ઝઘડો થતાં એક વિરૂધ્ધ ફરીયાદ

હિંમતનગરના બેરણામાં રહેતા એક વેપારી પાસે હસનનગર આવાસ યોજનામાં રહેતા એક ડ્રાઈવરે મંગળવારે પૈસાની ઉઘરાણી કરવા આવ્યો ત્યારે ગાળો બોલીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે બેરણા ગામના ધવલ વિષ્ણુપ્રસાદ બારોટે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તા.૧૬ જૂનના રોજ બપોરના સુમારે તેમના ઘરે આવેલ હસનગર આવાસમાં રહેતા અકરબરમીયા ભામીયાં રાઠોડે આવીને પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ અકરબરમીયા રાઠોડે ધવલ બારોટને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ધવલ બારોટે અકરબરમીયા રાઠોડ વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!