હિમતનગર

છ મહિનાથી ફરાર એનડીપીએસ આરોપી હિંમતનગરમાંથી ઝડપાયો હિંમતનગર એ-ડિવિઝન પોલીસની સફળ કામગીરી

સાબરકાંઠા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ સામે ચાલી રહેલા પોલીસ અભિયાન અંતર્ગત હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ વડાના નિર્દેશ મુજબ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડ સતત વોચ અને તપાસમાં કાર્યરત હતી.

તપાસ દરમિયાન સર્વેલન્સ સ્કવોડને બાતમી મળી હતી કે પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(2)(સી) હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી મુનાફ ઉર્ફે અશીમભા ઉર્ફે યાશીમભા બાબુશા ફકીર હાલ હિંમતનગરના મોતીપુરા ચાર રસ્તા વિસ્તારમાં હાજર છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મોતીપુરા ચાર રસ્તા વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તા. 18 જૂન, 2026ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(જ) હેઠળ તેની અટકાયત કરવામાં આવી હતી.

આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજા, એએસઆઈ મો. સલીમ ઇકબાલહુસૈન, પોલીસ કર્મચારી વિપુલસિંહ વિલસિંહ, કુલદીપસિંહ નરેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ બળવંતસિંહ, મિત્રરાજસિંહ રણજીતસિંહ તેમજ જ્ઞાનદીપસિંહ વિજયસિંહ સહિત સર્વેલન્સ સ્કવોડના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં લાંબા સમયથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને ઝડપી પાડવાની આ કામગીરીને પોલીસ વિભાગમાં પ્રશંસનીય માનવામાં આવી રહી છે. જિલ્લાના નાગરિકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈને સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!