ઇડર

ઇડર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઇડર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન Narendra Modiની પ્રેરણાથી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો.ઇડર શહેરના સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ કાર્યક્રમમાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આધુનિક જીવનશૈલીમાં શારીરિક અને માનસિક સંતુલન જાળવવા માટે યોગનું મહત્વ સમજાવતા વિવિધ યોગાસનો અને પ્રાણાયામનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર જૈમીનભાઈ ચૌધરી, શહેર પ્રમુખ કુણાલભાઈ કંસારા, પાલિકા પ્રમુખ અનિલભાઈ પટેલ, રાજેશભાઈ પરમાર, કારોબારી અધ્યક્ષ જીનલભાઈ સગર, કેતનભાઈ પટેલ સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જવાનો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ યોગસાધનામાં જોડાઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

યોગ દિવસની ઉજવણી દ્વારા નાગરિકોને નિયમિત યોગ અને પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા તેમજ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!