તાપી

દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા 150 દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગોનું વિતરણ

દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સેવા અને સહાયના ઉમદા હેતુથી કૃત્રિમ અંગો તથા સહાયક સાધનોના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન કુલ 150 દિવ્યાંગ લાભાર્થીઓને કેલિપર્સ, બિલો ની પ્રોસ્ટેસિસ (Below Knee Prosthesis) તેમજ અબવ ની પ્રોસ્ટેસિસ (Above Knee Prosthesis) સહિતના કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો મળતાં લાભાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી કલ્પેશભાઈ કટારિયા, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી મણિલાલ રાવળ, શ્રી અનિલભાઈ તથા શ્રી કાળુસિંહજી ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં સનાતન સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પન્નાભાઈ સેવકના સહયોગથી તમામ લાભાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.કાર્યક્રમનું ઉદ્ઘાટન સમક સુરક્ષા અધિકારી શ્રી એમ. કે. જોષીના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવ્યું હતું.દિવ્યાંગ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનોને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજવામાં આવે છે. ટ્રસ્ટની આ સેવા પ્રવૃત્તિ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!