ઈડરમાં રેહમાની મદ્રેસાના બાળકો દ્વારા ઉત્સાહભેર “તિરંગા રેલી” યોજાઈ

આઝાદીના પર્વની ઉજવણી નિમિત્તે ઈડર કસ્બા મુસ્લિમ મોટી જમાતના આયોજન હેઠળ અને રેહમાની મદ્રેસાના બાળકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “તિરંગા રેલી”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જુમ્માની નમાજ બાદ બપોરે ૩:૦૦ કલાકે જુમ્મા મસ્જિદ, ઈડર ખાતેથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
હાથમાં તિરંગા અને લીલા રંગના ધ્વજ લઈને મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. “ભારત માતા કી જય” અને “જય હિન્દ”ના નારાઓ સાથે રેલી જુમ્મા મસ્જિદથી નીકળી ઈડર નગરપાલિકા સુધી પહોંચી અને ત્યાંથી પરત જુમ્મા મસ્જિદ ખાતે સમાપન થયું.
આ પ્રસંગે દેશપ્રેમ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતાં આયોજકોએ જણાવ્યું હતું કે બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રભક્તિનું સિંચન થાય અને સર્વધર્મ સમભાવ તથા એકતાની ભાવના મજબૂત બને તે હેતુસર દર વર્ષે આ રેલીનું આયોજન કરવામાં આવે છે. રેલીમાં ઈડર કસ્બા મુસ્લિમ મોટી જમાત પ્રમુખ મહમદ હારુન. મદ્રેસા ચેરમેન. સરફરાઝ નાગોરી. 🌹મોલાના સાહબ. સય્યદ વારિસ અલી.🌹 મસી આસિફ સાહબ 🌹હાફિજ શાહબાજ સહિત મુસ્લિમ સમાજના બંધુઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમગ્ર રેલી દરમિયાન શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને તિરંગા ધ્વજથી ઈડરનું આકાશ રંગબેરંગી બની ગયું હતું.
આયોજક: ઈડર કસ્બા મુસ્લિમ મોટી જમાત સ્થળ: ઈડર તારીખ: ૧૪/૦૮/૨૦૨૬




