ખેડબ્રહ્મા

પોશીનાના લાંબડીયા મુકામે ‘નંદ ઘર’ ખાતે ૧૫મી ઓગસ્ટની દબદબાભેર ઉજવણી

પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ નંદ ઘર (બાલવાડી) કેન્દ્ર નં. ૧ ખાતે ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બાલવાડી કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાના-નાના ભૂલકાંઓ દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. બાળકીઓ અને બાળકો દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ (ત્રિરંગો) લહેરાવીને દેશભક્તિની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે નંદ ઘરના આંગણવાડી વર્કર, હેલ્પર બહેનો તેમજ સ્થાનિક મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત બહેનો અને બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. કાર્યક્રમના અંતે બાળકોને પ્રોત્સાહિત કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું અને દેશના વીર શહીદોને નમન કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!