હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો: ₹2 લાખની કિંમતની 2 ચોરાયેલી બાઇક સાથે આરોપી ઝબ્બે

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓ ઉકેલવા ચલાવેલી ઝુંબેશમાં મોટી સફળતા મેળવી છે. સર્વેલન્સ સ્કોડના ઇનચાર્જ PSI કે.એલ. જાડેજા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ઉકેલ લાવી એક શખ્સની અટકાયત કરી છે.
મોતીપુરા બ્રિજ પાસેથી ઝડપાયો આરોપી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોતીપુરા બ્રિજ પાસે ચેક્સ શર્ટ પહેરેલા એક શખ્સને શંકાસ્પદ હાલતમાં હીરો કરિઝ્મા મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ અને વાહનના કાગળો ન દર્શાવી શકતા પોલીસે કડક તપાસ હાથ ધરી હતી, જેમાં આ બાઇક (GJ-09-DS-5564) ગઈકાલે જ હિંમતનગરના મોતીપુરા રિલાયન્સ ડિજિટલ ઓફિસ પાસેથી ચોરાઈ હોવાનું ખુલ્યું હતું.
અમદાવાદથી પણ બાઇક ચોરી કર્યાની કબૂલાત પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ એક મહિના પહેલા અમદાવાદના બોડકદેવ/થલતેજ વિસ્તારમાંથી યેઝડી કંપનીની મોટરસાઇકલ (MH-16-DU-9944) પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો હતો.
ઝડપાયેલ આરોપી અને જપ્ત મુદ્દામાલ:
-
આરોપી: યશપાલસિંહ રાજેન્દ્રસિંહ પુરોહિત (ઉં.વ. ૨૨, રહે. મોતીપુરા, હિંમતનગર; મૂળ રહે. ઊન, તા. આહોર, જિ. જાલોર, રાજસ્થાન)
-
જપ્ત વાહનો:
-
હીરો કરિઝ્મા મોટરસાઇકલ (GJ-09-DS-5564) – કિંમત ₹૯૦,૦૦૦/-
-
યેઝડી મોટરસાઇકલ (MH-16-DU-9944) – કિંમત ₹૧,૧૦,૦૦૦/-
-
-
કુલ મુદ્દામાલ: ₹૨,૦૦,૦૦૦/- ની કિંમતની બે બાઇક
પોલીસ ઇન્સ્પેક્ટર કે.વાય. વ્યાસના નેતૃત્વ હેઠળ એ-ડિવિઝન પોલીસ ટીમે (PSI કે.એલ. જાડેજા, ASI મો. સલીમ તથા ટીમના સભ્યો) પ્રશંસનીય કામગીરી કરીને હિંમતનગર અને અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓ ડીટેક્ટ કર્યા છે.




