ખેડબ્રહ્મા

ખેરોજ નજીક સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત: ઊંડા ખાડા બન્યા કાળ

અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા ખેરોજ ગામ નજીક સાબરમતી નદીના બ્રિજ નીચે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. રોજિંદી પ્રવૃત્તિ મુજબ માછીમારી કરવા તેમજ નાહવા પડેલા બે યુવાનોના નદીના પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક યુવાનોના નામ પરમાર દિનેશ ઉદા અને પરમાર રાહુલ વાઘા  અને  ઉભોરા ગામના હોવાનું જાણવા મળ્યું છે. બંને યુવકો નદી કિનારે માછીમારી કરવા ગયા હતા અને પાણીમાં નાહવા પડ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નદીના પટમાં  ખનનના કારણે ઊંડા ખાડા પડી ગયા હોવાથી યુવાનો પાણીના ઊંડાણમાં ખેંચાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ તથા તંત્રને જાણ કરવામાં આવતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અયોગ્ય રીતે થયેલા ખનનના લીધે સર્જાયેલા ખાડા કાળ સાબિત થતાં મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ અને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!