હિમતનગર

હિંમતનગર નજીક સાબરદાણ પાસે ચાલુ ટ્રકમાં અચાનક આગ ભડકી: લોકોની સતર્કતાથી મોટી હોનારત ટળી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ હાજીપુર પાસે નેશનલ હાઈવે પર એક ચાલુ ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં સાબરદાણ નજીક અચાનક શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. ટ્રકમાંથી અચાનક ધુમાડા નીકળતા જોઈ ચાલકે ત્વરિત બુદ્ધિ વાપરીને ટ્રકને રસ્તાની એક બાજુ રોકી દીધી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રાથમિક પ્રયાસ હાથ ધર્યો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ સમયસૂચકતા દાખવીને પાણી અને અન્ય સાધનો વડે પાણીનો મારો ચલાવી આગને સમયસર બુઝાવી દીધી હતી. ગ્રામજનો અને સ્થાનિકોની આ સરાહનીય કામગીરીને કારણે આગ વધુ પ્રસરતા અટકી હતી, જેનાથી ટ્રક અને તેમાં રહેલા સામાનને મોટું નુકસાન થતાં બચી ગયું હતું તેમજ એક મોટી દુર્ઘટના ટળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!