હિમતનગર

ગાંભોઇ સીમમાંથી ગેરકાયદેસર બંદૂક સાથે શખ્સ ઝડપાયો: સાબરકાંઠા SOGની કાર્યવાહી

સાબરકાંઠા સ્પે. ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખેડતસીયા રોડ પર આવેલ રાયસિંગપુરા ગામની સીમમાંથી એક ઇસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે.

અડધો કિલોમીટર પીછો કરી આરોપીને ઝડપ્યો આગામી તહેવારોને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે SOG પી.આઈ. એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન અ.હે.કોન્સ. વિક્રમસિંહ અને આ.પો.કોન્સ. અનિરૂધ્ધસિંહને ખાનગી બાતમી મળી હતી કે, રાયસિંગપુરા ગામની સીમમાં એક ખેતરમાં એક શખ્સ હાથમાં બંદૂક લઈને ફરી રહ્યો છે.

બાતમીના આધારે સ્થળ પર પહોંચેલી પોલીસને જોઈ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ SOG ટીમે આશરે અડધો કિલોમીટર સુધી દોડીને તેનો પીછો કરી તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી અને મુદ્દામાલની વિગત:

  • ઝડપાયેલ આરોપી: લાલજીભાઇ પોપટભાઇ બારા (ઉં.વ. ૩૧, રહે. ટોલડુંગરી, તા. વિજયનગર, જી. સાબરકાંઠા)

  • કબ્જે કરેલ મુદ્દામાલ: ₹૧૦,૦૦૦ની કિંમતની ૧ દેશી બનાવટની એકનાળી ફુલ્લીદાર બંદૂક

પકડાયેલ આરોપી વિરુદ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!