હિંમતનગરમાં UPI નામે પ્રજા અને વેપારીઓ પર બોજ નાખવા સામે કોંગ્રેસના આક્રમક ધરણાઓ: UPI ચાર્જ પરત લેવા માંગ

હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે વેપારીઓ અને સામાન્ય જનતા પાસેથી UPIના નામે વધારાના ચાર્જ વસૂલીને લૂંટ ચલાવવાનો આરોપ લગાવી આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે તાત્કાલિક ધોરણે UPI ચાર્જ પરત લેવાની ઉગ્ર માંગ કરી છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ હાજર રહી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું.
મુખ્ય ઉપસ્થિત આગેવાનો: આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ અજમેલસિંહ, શહેર પ્રમુખ મનોજભાઈ બારોટ, ટી.વી. પટેલ, ઇમરાન બાદશાહ, કિરીટસિંહ, હેત, કમળાબેન, બિંદુબા, યુવરાજસિંહ ઝાલા, કુમારભાટ, મનોજસિંહ, રાકેશસિંહ, મુકેશભાઈ, કિરણભાઈ, અને અકીલભાઈ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




