ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા પોલીસની ‘શી ટીમ’ની સરાહનીય કામગીરી: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ગુમ થયેલાં બે બાળકોનું પરિવારો સાથે મિલન કરાવ્યું

ખેડબ્રહ્મા પોલીસની ‘શી ટીમ’ની સરાહનીય કામગીરી: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ગુમ થયેલાં બે બાળકોનું પરિવારો સાથે મિલન કરાવ્યું

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓના બંદોબસ્ત માટે તૈનાત ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ‘શી ટીમ’ દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને મેળાવડામાં વિખુટા પડી ગયેલા બે સગીર બાળકોને શોધી કાઢીને સહી-સલામત તેમના વાલી-વારસોને સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

ઘટના ૧: ૫ વર્ષના બાળકનું પિતા સાથે મિલન

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ (IPS), સાબરકાંઠા પોલીસ અધીક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS), ખેડબ્રહ્મા વિભાગીય પોલીસ અધિકારી શ્રી ડો. કુલદીપકુમાર નાયી અને પો.ઇન્સ. શ્રી ડી.વી. હડાતના માર્ગદર્શન હેઠળ ‘શી ટીમ’ મેળા બંદોબસ્તમાં મદદરૂપ થઈ રહી હતી.

૧૯ સપ્ટેમ્બરના રોજ સંતરામપુર (જી. મહીસાગર)ના રહીશ નિલેશભાઈ પ્રવીણભાઈ ચંડાણા પદયાત્રા સંઘ સાથે અંબાજી જતા સમયે ખેડબ્રહ્મા અંબાજી માતાજી મંદિરે દર્શન માટે રોકાયા હતા. આ દરમિયાન ભીડમાં તેમનો ૫ વર્ષનો દીકરો નીરવ હાથ છોડાવીને ગુમ થઈ ગયો હતો. પિતાએ પોલીસ સ્ટેશન આવીને જાણ કરતા જ ‘શી ટીમ’ દ્વારા તુરંત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મંદિર પરિસરની ભીડમાંથી બાળક એકલો મળી આવતાં જરૂરી આધાર-પુરાવાની ચકાસણી કરીને બાળકને તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.
ઘટના ૨: બસ સ્ટેન્ડ પરથી મળી આવેલી ૧૫ વર્ષની બાળકીને તેના સ્વજનો સુપ્રત કરાઈ

બીજી ઘટનામાં, ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ ખાતે પેટ્રોલીંગ દરમિયાન ‘શી ટીમ’ને ૧૫ વર્ષની એક બાળકી એકલી બેસીને રડતી મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેનું નામ કલ્પના સુરેશભાઈ કોટડ (ઉ.વ. ૧૫, રહે. દેડકાનાવળા, જી. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું.

તેણી તેની ફોઈ સાથે મજુરી કામ અર્થે ખેડબ્રહ્મા આવી હતી પરંતુ ભીડના કારણે વિખુટી પડી ગઈ હતી. પ્રથમ વખત ખેડબ્રહ્મા આવી હોવાથી રસ્તો ન મળતાં તે ગભરાઈને બેસી રહી હતી. ‘શી ટીમ’ દ્વારા હ્યુમન સોર્સની મદદથી ગામના આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના મામા ગૌતમાભાઈ રામાભાઈ ખરાડીને પોલીસ સ્ટેશન બોલાવી આધાર-પુરાવા મેળવીને દીકરીને સહી-સલામત સોંપવામાં આવી હતી.
👮‍♂️ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ:
  • માર્ગદર્શન: ડી.વી. હડાત (પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડબ્રહ્મા પો.સ્ટે.)

    PSI એસ.એમ. વસૈયા
  • UASI સુનીલભાઈ કાન્તીભાઈ (બ.નં. ૯૫)

    WASI નુતાબેન અરવિંદભાઈ (બ.નં. ૩૫૨)
  • WASI ભાવનાબેન માનસંગભાઈ (બ.નં. ૧૨૧૦)

    APC મુકેશભાઈ નટવરભાઈ (બ.નં. ૫૯૨)
  • ALR નરેશભાઈ ભરતભાઈ (બ.નં. ૮૪૬)

  • WPC શાલીનીબેન નટવરભાઈ (બ.નં. ૭૬૯)

    WPC નયનાબેન જસવંતભાઈ (બ.નં. ૧૧૪૮)
  • WPC નયનાબેન કીરીટભાઈ (બ.નં. ૭૦૦)

    ‘શી ટીમ’ની આ ત્વરિત અને માનવીય કામગીરીની પદયાત્રીઓ અને સ્થાનિક લોકો દ્વારા ભારે સરાહના કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!