હિમતનગર

હિંમતનગરમાં માર્ગ સલામતી જાગૃતિ અર્થે ૨૦૦ બાઇક રાઇડર્સની ભવ્ય રેલી યોજાઇ

‘સેવા સંકલ્પ’ અને ‘સેવા મેરા યોગદાન’ અભિયાન હેઠળ હેલ્મેટ પહેરીને નાગરિકોને ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશ અપાયો

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી એક વિશાળ બાઇક રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા સંકલ્પ અભિયાન’ અને ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત યોજાયેલી આ રેલીમાં પોલીસ વિભાગ સહિત વિવિધ તંત્રના આશરે ૨૦૦ જેટલા બાઇક રાઇડર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી આ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. સાંસદ શોભનાબેન બારૈયા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) એચ.પી. પટેલ અને જિલ્લા પોલીસ વડા (SP) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

શહેરના મુખ્ય માર્ગો પર ફરીને આપ્યો સંદેશ રેલીમાં જોડાયેલા તમામ રાઇડર્સે ફરજિયાત હેલ્મેટ પહેરીને રોડ સેફ્ટીના નિયમોનું પાલન કર્યું હતું. બાઇક પર ટ્રાફિક જાગૃતિ અંગેના સંદેશા લખેલા પ્લેકાર્ડ્સ લગાવીને વાહનચાલકોને હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમોનું અક્ષરશઃ પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

આ રેલી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક, ઓવરબ્રિજ, નમસ્તે સર્કલ, અહિંસા સર્કલ, ખેડ-તસિયા રોડ, છાપરીયા ચાર રસ્તા, મોતીપુરા અને ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ જેવા શહેરના વિવિધ મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી.

વિવિધ વિભાગો અને સંગઠનોની સક્રિય ભાગીદારી આ રેલીમાં પોલીસ જવાનો ઉપરાંત TRB, GRD, હોમગાર્ડ, RTO અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકા સ્ટાફ તેમજ શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલીનો મુખ્ય આશય સામાન્ય નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત પ્રત્યે જવાબદારીની ભાવોના કેળવવાનો રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!