હિમતનગર

તલોદ પ્રોહીબીશન કેસમાં ૬ મહિનાથી નાસતો ફરતો ગુનેગાર એસ.ઓ.જી.ના હથ્થે ઝડપાયો

સાબરકાંઠા એસ.ઓ.જી. (SOG) ટીમે તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને હિંમતનગર ખાતેથી પકડી પાડવામાં સફળતા મેળવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ.ટી.એસ. (ATS) ચાર્ટર લગત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચના અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.યુ. ચૌધરી તથા પો.સ.ઇ. પી.એમ. ઝાલાની ટીમ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.એસ.આઈ. અનિરૂધ્ધસિંહ અને પો.કોન્સ. દિપકસિંહને બાતમી મળી હતી કે તલોદ પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાનો નાસતો ફરતો આરોપી હિંમતનગર ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ પાસે ઊભો છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નીચે દર્શાવેલ આરોપીની અટકાયત કરી હતી:

  • ઝડપાયેલ આરોપી: વિષ્ણુ માંગીલાલ ડાંગી (ઉં.વ. ૨૭), રહે. ડંગારીયો ની તલાઇ, ઓડવારીયા, તા. માવલી, જી. ઉદેપુર (રાજસ્થાન)

પોલીસે આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે.

કામગીરી કરનાર ટીમ:

આ કામગીરીમાં ASI અનિરૂધ્ધસિંહ, HC હરપાલસિંહ, PC કલ્પેશકુમાર અને PC દિપકસિંહ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!