ઇડર

વડાલી ખાતે HNGU કેમ્પસમાં ઈડર-વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરાના અધ્યક્ષસ્થાને ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો

વડાલી સ્થિત એચ. એન. જી. યુનિવર્સિટી કેમ્પસ ખાતે તાલુકા કક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ઈડર-વડાલી વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને માનનીય શ્રી રમણલાલ વોરા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કેમ્પસ પરિસરમાં કુલ ૭૬૦ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ વન મહોત્સવમાં એચ. એન. જી. યુનિવર્સિટી, પાટણના માનનીય કુલપતિશ્રી, સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી માન. બિજપાલસિંહજી ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, તાલુકા પ્રમુખશ્રી ભરતભાઈ જે. પટેલ, અશ્વિનભાઈ પટેલ, વડાલી તાલુકા ભાજપ પ્રમુખશ્રી કનુભાઈ પટેલ તેમજ તખતસિંહ હડીયોલ સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે વિસ્તરણ રેન્જ વડાલીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ડી. પી. નિનામા સાહેબ, એલ. ડી. રાતડા સાહેબ તથા ફોરેસ્ટ વિભાગના તમામ સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!