ઇડર

ઈડરના ફોજદારી કેસમાં સજા પામેલ પાકા કામના કેદીને એસઓજીએ ઝડપી લીધો

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાની ઈડર કોર્ટમાં બે વર્ષ અગાઉ એક ગુનામાં સજા પામેલ શખ્સ છેલ્લા કેટલાક સમયથી પકડાયો ન હતો ત્યારબાદ ઈડર પોલીસને મળેલી બાતમી બાદ તેને બુધવારે ઈડરના અમનપાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ અંગે એસઓજીના પીઆઈ કે.યુ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ ઈડરની કોર્ટમાં ફોજદારી કેસમાં સજા થયેલ પાકા કામનો કેદી સિરાજ ગફુરભાઈ મેમણ ઈડરમાં આવેલ અમનપાર્કમાં હાજર છે જે બાતમીને આધારે ઈડર પોલીસે તરતજ અમનપાર્કમાં જઈને પુછપરછ કર્યા બાદ સિરાજ મેમણને ઝડપી લીધો હતો ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!