ઇડર

ઈડરના લાલોડા રોડ પર વરસાદી પાણી ભરાતાં ભારે હાલાકી: તંત્ર મુકપ્રેક્ષક, દર્દીઓ અને રાહદારીઓ મુશ્કેલીમાં

ઈડર તાલુકાના લાલોડા રોડ પર આવેલા કુબેર પ્લાઝા નજીક વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે જાહેર માર્ગ પર ભારે જળબંબાકાર અને કાદવ-કીચડની સ્થિતિ સર્જાઈ છે. આ રસ્તો લાલોડા ગામ તેમજ સ્થાનિક સિવિલ હોસ્પિટલ તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો દર્દીઓ, વાહનચાલકો અને સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

તંત્રની નિષ્ક્રિયતા અને કામગીરી પર સવાલો સ્થાનિક લોકો અને રહીશો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. તંત્રના અધિકારીઓ માત્ર સ્થળ પર આવીને સર્વે કરવાનો દેખાડો કરીને જતા રહે છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

દુકાનદારો પર પાણીનો પ્રવાહ રોકવાનો આક્ષેપ સ્થાનિકોના આક્ષેપ અનુસાર, કેટલાક દુકાનદારો દ્વારા માર્ગ પર રેતી અને માટીના ઢગલા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ રોકાઈ રહ્યો છે. લોકોમાં એવી પણ ચર્ચા ચાલિ રહી છે કે આમાંથી કેટલાક દુકાનદારો સરકારી કર્મચારીઓ સાથે પહોંચ ધરાવતા હોવાનો દાવો કરીને કાર્યવાહીથી બચી રહ્યા છે. આ બાબતે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી સત્ય સામે લાવવું અત્યંત જરૂરી બન્યું છે.

સ્થાનિકોની મુખ્ય માંગણીઓ:

  • અવરોધો દૂર કરવા: જાહેર માર્ગ પરથી રેતી, માટી અને કપચીના તમામ ગેરકાયદેસર અવરોધો તાત્કાલિક હટાવવામાં આવે.

  • ડ્રેનેજની સફાઈ: કુબેર પ્લાઝા વિસ્તારમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક ગટર/ડ્રેનેજની યોગ્ય સફાઈ કરવામાં આવે.

  • રોડનું સમારકામ: કાદવ-કીચડ અને ખાડાથી બિસ્માર બનેલા મુખ્ય રોડનું સત્વરે સમારકામ હાથ ધરવામાં આવે.

ઈડર નગરપાલિકા અને સંબંધિત વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ધ્યાન આપીને કાયમી ઉકેલ લાવશે કે પછી પ્રજાની હાલાકી આમ જ ચાલુ રહેશે, તે જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!