ટોચના સમાચાર

હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે DGP CUP ATHLETICS & CYCLING-2026નો ભવ્ય પ્રારંભ: રાજ્યભરમાંથી 22 ટીમોના 450 પોલીસ જવાનો લેશે ભાગ

સાબરકાંઠા પોલીસના યજમાનપદે હિંમતનગર સ્થિત સાબર સ્ટેડિયમ ખાતે ‘DGP CUP ATHLETICS & CYCLING-2026’ રમતોત્સવનો અત્યંત ઉત્સાહસભર માહોલમાં ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી આવેલા પોલીસ દળના ખેલાડીઓ પોતાની ઉત્કૃષ્ટ રમત-પ્રતિભા, શિસ્ત અને ખેલદિલી દર્શાવવા માટે આ ચાર દિવસીય સ્પોર્ટ્સ ઇવેન્ટમાં એકત્રિત થયા છે.દબદબાભેર ઉદ્ઘાટન અને માર્ચ પાસ્ટ સાબર સ્ટેડિયમ ખાતે આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના માનવંત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્ય અને રિબન કાપીને રમતોત્સવનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેન્ડની મધુર ધૂનો સાથે રાજ્યભરની ભાગ લેનાર તમામ પોલીસ ટીમો દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક માર્ચ પાસ્ટ યોજાઈ હતી, જેમાં રેન્જ IG દ્વારા સલામી ઝીલવામાં આવી હતી.22 ટીમો વચ્ચે ચાર દિવસીય જંગ તારીખ 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી ચાલનારા આ મહોત્સવમાં ગુજરાત પોલીસ દળની અલગ-અલગ 22 ટીમોના આશરે 450 જેટલા પુરુષ અને મહિલા પોલીસ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ રમતોત્સવમાં એથ્લેટિક્સની વિવિધ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પર્ધાઓ ઉપરાંત સાયકલિંગની રોમાંચક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સાયકલિંગ સ્પર્ધાના મુખ્ય આકર્ષણો:

પુરુષ વિભાગ: 40 કિલોમીટરની રેસ   મહિલા વિભાગ: 30 કિલોમીટરની રેસ

શારીરિક ફિટનેસ અને ટીમ સ્પિરિટનો ઉત્સવ ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, પોલીસ તંત્રમાં સતત સેવા આપતા જવાનો માટે આ પ્રકારની રમતગમત સ્પર્ધાઓ શારીરિક ફિટનેસ વધારવાની સાથે મનોબળ અને ટીમ સ્પિરિટની ભાવનાને મજબૂત બનાવે છે. DGP CUP એ માત્ર જીત કે હાર પૂરતો સીમિત નથી, પરંતુ શિસ્ત, સમર્પણ અને ખેલદિલીનો વિશિષ્ટ મહોત્સવ છે.આગામી ચાર દિવસ સુધી હિંમતનગરનું સાબર સ્ટેડિયમ પોલીસ ખેલાડીઓના જુસ્સા અને ઉત્સાહથી ગુંજી ઉઠશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!