ટોચના સમાચાર

આમારા ગામે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો: ભવ્ય શોભાણાત્રા અને રૂદ્રી પૂજનનું આયોજન

ગામના અગ્રણીઓ અને મહિલા મંડળની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ; સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું

નખત્રાણા તાલુકાના આમારા ગામે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પાટોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના આ પવિત્ર અવસરે સમગ્ર આમારા ગામમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી એક ભવ્ય અને આકર્ષક શોભાણાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગ્રામજનો, મહિલાઓ અને બાળકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. ઢોલ-નગારા અને પ્રભુના નામસ્મરણના નાદ સાથે નીકળેલી શોભાણાત્રાથી સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

શોભાણાત્રાની સાથે સાથે ગામમાં આવેલા શ્રી હનુમાનજી મંદિરે પણ વિશેષ ધાર્મિક વિધિનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તો દ્વારા મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે રૂદ્રી પૂજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભુદેવો દ્વારા કરાયેલા રૂદ્રી પાઠથી સમગ્ર પરિસરમાં પવિત્ર ઉર્જાનો સંચાર થયો હતો.

આ ધાર્મિક મહોત્સવમાં સમાજના વિવિધ અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન-પૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, મહિલા મંડળની બહેનોએ પણ વિશાળ સંખ્યામાં હાજરી આપીને ભજન-કીર્તન અને શોભાણાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિર સમિતિ તથા ગ્રામજનોએ ભારે જહમત ઉઠાવી હતી.

(અહેવાલ તથા તસ્વીર: દર્શન સોની, દયાપર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!