હિમતનગર

રક્તદાન દિવસ નિમિત્તે હિંમતનગરમાં કર્મચારીઓનો ઉત્સાહ: ૧૩૦ યુનિટ રક્ત એકત્રિત થયું

જિલ્લા પંચાયતમાં યોજાયેલા કેમ્પમાં કર્મચારીઓએ ૮૦ બોટલ રક્તદાન કર્યું, ધાણધા GIDC ખાતેથી ૫૦ યુનિટ એકત્ર

સાબરકાંઠા જિલ્લામાં ‘રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ’ નિમિત્તે તાજેતરમાં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ અંતર્ગત વિભિન્ન સ્થળોએ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હિંમતનગરમાં યોજાયેલા બે અલગ-અલગ કેમ્પમાં કુલ ૧૩૦ યુનિટ રક્ત એકત્રિત કરીને સમાજ પ્રત્યે ઉત્કૃષ્ટ સેવાનો સંદેશ આપ્યો હતો.

મળતી વિગતો અનુસાર, પ્રથમ કેમ્પ જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતના ઉચ્ચ અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ રહી હતી. આ કેમ્પમાં તલાટીઓ, શિક્ષકો અને જિલ્લા પંચાયતના કર્મચારીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈને ૮૦ યુનિટ (બોટલ) રક્તદાન કર્યું હતું.

જ્યારે બીજો રક્તદાન કેમ્પ હિંમતનગર નજીક આવેલી ધાણધા GIDC સ્થિત લેબોરેટરીઝ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ શિબિરમાંથી વધુ ૫૦ યુનિટ રક્ત એકત્ર થયું હતું.

આમ, રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ અંતર્ગત યોજાયેલા આ બંને કેમ્પ થકી હિંમતનગર રેડક્રોસ સોસાયટીને કુલ ૧૩૦ યુનિટ રક્ત પ્રાપ્ત થયું છે, જે આગામી સમયમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!