ઇડર

ઇડર શહેરના કસ્બા વિસ્તારમાં સામુહિક નળ કનેક્શનો પર લાકડાના ડૂચા મારી દેવામાં આવતાં લોકોમાં આક્રોશ

ફારુક પઠાણ,ઇડર

સમય દિન-પ્રતિ-દિન બદલાતો હોય છે સમય કોઈની રાહ જોતો નથી એક સમય એવો પણ હતો કે રાજા-મહારાજાઓ લોકોને આમ જરૂરિયાત માટે ઉનાળા માં પાણીની સમસ્યા ના પડે તે માટે તળાવો અને કુવાઓ ઉડા કરાવતા હતા.લાખા વણજારા એ પાણીની સમસ્યા હોય તેવા વિસ્તારોમાં વાવો બનાવી હતી જે આજે પણ આવી પ્રાચીન વાવો હયાત છે. આજે પણ સમય ભલે બદલાયો પણ પાણી પરબો ચાલુ કરવામાં આવે છે  જયારે આજે ઇડર નગરપાલિકા ના વહીવટદારો ઉનાળાની શરૂઆત થઈ રહી છે. એકબાજુ મુસ્લિમ નો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે અચાનક ઇડર નગરપાલિકાને રાતોરાત સુરતાનમાં આવી જઈ માત્ર પાણી ઢોળાઈ રહ્યું છે.તેવા બહાના હેઠળ ઇડર શહેરના કસ્બા વિસ્તારમાં સામુહિક નળ કનેક્શનો પર લાકડાના ડૂચા મારી દેવામાં આવતાં કસ્બા વિસ્તારોમાં રમજાનમાં સામુહિક નળ કનેક્શનો પાણી ભરતા લોકો દર-દર ભટકી ફિટકાર વરસાવી રહ્યા છે. ઇડર નગરપાલિકા ના કોર્પોરેટરો પણ મુક પ્રેક્ષક બની તમાશો ક્યાં સુધી જોશે સત્વરે ઇડર શહેરના કસ્બા વિસ્તારમાં સામુહિક નળ કનેક્શનો ફરી થી ચાલુ થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!