સાબરકાંઠા

વાટડા ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બાળકોને ભોજન પ્રસાદ, દર ગુરુવારે નિશુલ્ક સેવા ચાલુ

શીતલ ઠાકર,ગાંધીનગર

પરમ પૂજ્ય ધર્મ ધુરંધર બાલકદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સેવા, સમર્પણ અને સંકલ્પના ભાવ સાથે દર ગુરુવારે અબોલ પશુ-પક્ષીઓને ઘાસચારો તેમજ જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ દર ગુરુવારે નિશુલ્ક ભોજન પ્રસાદની સેવા પણ નિયમિત રીતે આપવામાં આવે છે.આજરોજ શ્રી હનુમાન જન્મોત્સવના પાવન અવસર પર વાટડા ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાટડા ગામ તથા કરણપુર ગામ અને પ્રાથમિક શાળાના બાળકોને પ્રસાદરૂપે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને જય શ્રી રામ તથા હનુમાનજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.આ પ્રસંગે આજુબાજુના વિસ્તારોમાંથી ધર્મપ્રેમી લોકો પ્રેમપૂર્વક જોડાયા હતા અને સેવા તથા માનવતાનો સંદેશ આપતા આ આયોજનને સફળ બનાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!