ઇડર

સાબરકાંઠા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ! પક્ષવિરોધી ૧૦ બાગીઓને સસ્પેન્ડ, જિલ્લામાં રાજકીય ભૂકંપ

દિપક ભાટી, જયસિંહ તંવર, પારૂલબેન કોઠારી, પ્રદિપ શાહ, મનીષાબેન પંડયા, ફીરોજાબાનુ બલોચ, સંજય ભોઈ, કેવલ દોશી, રમિલાબેન પટેલ અને કમળાબેન વણઝારા ભાજપ દ્વારા સસ્પેન્ડ

સાબરકાંઠા જિલ્લામાં ભાજપે કડક વલણ અપનાવી પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરનાર ૧૦ કાર્યકરોને સસ્પેન્ડ કરતા રાજકીય માહોલ ગરમાયો છે. હિંમતનગર અને ઈડર નગરપાલિકાની ચૂંટણી પહેલા લેવાયેલા આ નિર્ણયથી ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા બાદ અધિકૃત ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા, છતાં કેટલાક કાર્યકરોએ પક્ષની રેખા તોડી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે શનિવારે તાત્કાલિક અસરથી તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઈડર નગરપાલિકાના વોર્ડ નં.૧, ૨ અને ૭ તેમજ હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં.૬ના ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સસ્પેન્ડ કરાયેલા નામોમાં દિપક ભાટી, જયસિંહ તંવર, પારૂલબેન કોઠારી, પ્રદિપ શાહ, મનીષાબેન પંડયા, ફીરોજાબાનુ બલોચ, સંજય ભોઈ, કેવલ દોશી, રમિલાબેન પટેલ અને કમળાબેન વણઝારાનો સમાવેશ થાય છે.

પક્ષના આ પગલાં બાદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે, જ્યારે આગામી દિવસોમાં વધુ શિસ્તભંગ સામે કડક કાર્યવાહી થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!