ઇડર
ઈડરના સાબલી મહાકાળી મંદિરે ૨૭ ગોળ ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવે ૪૩ યુગલો પ્રભુતામાં જોડાયા

શીતલ ઠાકર,ગાંધીનગર
ઇડર પૂર્વ વિભાગ ૨૭ ગોળ ઠાકોર બ્રહ્મપુરી ચિત્રોડા વિભાગ દ્વારા રવિવારે અખાત્રીજના પાવન અવસરે ૨૧મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઇડરના સાબલી સ્થિત મહાકાળી માતાજી મંદિરે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં ૪૩ યુગલોએ વૈદિક વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો હતો.
આ શુભ પ્રસંગે સાબરકાંઠા સાંસદ, ધારાસભ્ય રમણ વોરા, ઇડર કોલેજ પ્રમુખ અશ્વિન પટેલ, પૂર્વ સાબરડેરી ડિરેક્ટર કનુ પટેલ સહિત ઠાકોર સમાજના આગેવાનો, મંદિર ટ્રસ્ટના પ્રમુખ, મંત્રી તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતિઓને આશીર્વાદ પાઠવી તેમના સુખમય અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.




