તલોદ

તલોદ-હિંમતનગર સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-બાઈક અથડામણમાં બેના મોત

સાબરકાંઠાના તલોદ-હિંમતનગર સ્ટેટ હાઈવે પર મેકિનો ફેક્ટરી સામે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર તલોદના છત્રીસા તરફથી હિંમતનગરની મેડીટીંબા તરફ જઈ રહેલા બાઈકને પૂરઝડપે આવતી કારએ ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક સહિત પાછળ બેસેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ કાર પણ અચાનક પલટી મારી જતા રસ્તા પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!