તલોદ

ખૂનના ગુનામાં સજા પામેલા અને ૧ વર્ષથી ફર્લો જમ્પ કરી ફરાર બે પાકા કેદીઓને એલ.સી.બી. સાબરકાંઠાએ દહેગામના બહીયલથી ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક વર્ષથી ફર્લો જમ્પ કરીને નાસતા ફરતા ખુનના ગુનાના બે પાકા કામના કેદીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને એલ.સી.બી. પી.આઈ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં (ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૨૦(બી), ૨૦૧) પાકા કામના કેદી (૧) કિશનસિંહ બાલાજી મકવાણા (રહે. નાનપુર, તા. પ્રાંતિજ) અને (૨) સરસ્વતીબેન વિક્રમસિંહ પરમાર (રહે. સાગપુર, તા. તલોદ) અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહ્યા હતા.

બંને કેદીઓને તા. ૧૫/૧૦/૨૦૨૫ ના રોજ ફર્લો રજા પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનું હતું. પરંતુ બંને આરોપીઓ નિર્ધારિત તારીખે જેલમાં હાજર ન થઈને ફર્લો જમ્પ કરી ફરાર થઈ ગયા હતા.

બહીયલ ગામ ખાતેથી કરાઈ ધરપકડ

આરોપીઓ પોતાના મૂળ સરનામે ન રહેતા અલગ-અલગ જગ્યાએ ઓળખ છુપાવીને રહી રહ્યા હતા. એલ.સી.બી. સાબરકાંઠાની ટીમના અ.હે.કો. જશુભાઈ તથા આ.પો.કો. રાજેન્દ્રકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે બંને આરોપીઓ દહેગામ તાલુકાના બહીયલ ગામ ખાતે રોકાયેલા છે.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડી આજરોજ સવારે ૦૬:૩૦ વાગ્યે બંને કેદીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેને ડીટેઇન કરી બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

કામગીરી કરનાર ટીમ:

આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. આર.કે. જોષી, પી.એસ.આઈ. વી.આર. ચૌહાણ તથા એ.એસ.આઈ. વિનોદભાઈ, અ.હે.કો. જશુભાઈ, ચિરાગકુમાર, વુ.હે.કો. નિલમબેન અને અન્ય પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!