હિમતનગર

હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસનું ઉગ્ર ધરણા અને વિરોધ પ્રદર્શન

ઉત્તરાખંડની ઘટના અને ‘શુદ્ધિકરણ’ના નામે કરવામાં આવેલી કથિત રાજનીતિ સામે કોંગ્રેસનો વિરોધ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગરના મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ઉગ્ર ધરણા અને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ઉત્તરાખંડમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ કથિત ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું હોવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. આ વિવાદની પૃષ્ઠભૂમિ અંગે રાષ્ટ્રીય સ્તરે પણ વિરોધ પ્રદર્શનો થયા છે.

વિરોધ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ વી. સોલંકી, પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, સંગઠન મંત્રી પ્રિયવર્ધન પટેલ, સાબરકાંઠા મીડિયા સેલના કન્વીનર કુમાર એમ. ભાટ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ તાલુકા-શહેર કોંગ્રેસ પ્રમુખો, પ્રવક્તાઓ, ફ્રન્ટલ સેલ તથા ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ઉત્તરાખંડની ઘટનાના બહાને છૂઆછૂત અને સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી રાજનીતિ સામે કોંગ્રેસ મક્કમ વિરોધ નોંધાવે છે. સાથે જ રાષ્ટ્રીય નેતાઓ સામે ખોટા કેસો કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે દાખલ કરવામાં આવેલા ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

‘સંવિધાન બચાવો, લોકશાહી બચાવો’ના નારા

ધરણા દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ‘સંવિધાન બચાવો, લોકશાહી બચાવો’ અને ‘છૂઆછૂતની રાજનીતિનો વિરોધ કરો’ જેવા ઉગ્ર નારા લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ દેશનું શાસન બંધારણના મૂલ્યો અને ન્યાયના સિદ્ધાંતો મુજબ થવું જોઈએ તથા સામાજિક સમાનતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવી જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળ્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ સમગ્ર મુદ્દે સરકાર અને જવાબદાર તંત્ર સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવી સામાજિક સમાનતા, બંધારણીય મૂલ્યો અને લોકશાહીનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!