હિમતનગર
હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠા જિલ્લા માટે આ અત્યંત ગર્વ અને આનંદની ક્ષણ છે.

તલવારબાજી (Fencing) જેવી રમતગમતમાં પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ મોડેલિંગ ક્ષેત્રે અને ખાસ કરીને ભારતની પ્રતિષ્ઠિત એજન્સી ANIMA CREATIVES અને VOGUE INDIA જેવા વિશ્વવિખ્યાત મેગેઝિનમાં સ્થાન મેળવવું એ કુ. ભક્તિ જયેશ પટેલની અથાક મહેનત, સમર્પણ અને પ્રતિભાનું પરિણામ છે.
રમતગમત ક્ષેત્રે થી લઈને ગ્લેમર અને મોડેલિંગની દુનિયા સુધીની આ સફર અન્ય અનેક યુવતીઓ માટે પ્રેરણાસ્રોત બની રહેશે. ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરવા બદલ દીકરી ભક્તિને ખૂબ ખૂબ અભિનંદન અને આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે અઢળક શુભકામનાઓ!




