હિમતનગર

હિંમતનગરમાં ભાજપનું સેવા સંકલ્પ અભિયાન: ૧૩ મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપતી કાર્યશાળા યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સોમવારે હિંમતનગર ખાતે જિલ્લા ભાજપના ઉપક્રમે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાનગરીના ઓડિટોરિયમમાં યોજાયેલી આ કાર્યશાળામાં પ્રદેશ ભાજપના પ્રવક્તાએ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને આગામી કાર્યક્રમો અને ૧૩ મુખ્ય મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધીના મુખ્ય કાર્યક્રમો:

  • આશીર્વાદનો દિવડો: ૧૭ સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો (બૂથ) પર દીપ પ્રગટાવવામાં આવશે.

  • શિક્ષણ અને ચિત્ર સ્પર્ધા: ૨૫ કરોડ બાળકોના ‘સ્વપ્નાનું ભારત’ ઉજાગર કરવા શાળા-કોલેજોમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થશે.

  • આંગણાનો ઉત્સવ: આંગણવાડી કેન્દ્રોના બાળકોને સુખડી અને ફળ-ફળાદિનું વિતરણ કરાશે.

  • વિકસિત ભારત સંકલ્પ યાત્રા: યાત્રા અને વાર્તા પરિવર્તનના માધ્યમથી નાગરિકોને પરિવર્તનકારી સ્થળો સાથે જોડવામાં આવશે.

  • સેવા જ્યોતિ અને પવિત્ર જળ સંગ્રહ: ગ્રામીણ વિસ્તારોમાં સેવા જ્યોતિ યાત્રા યોજાશે તેમજ વડનગરથી વારાણસી યાત્રા અંતર્ગત વડનગરમાં પવિત્ર જળ સંગ્રહનો કાર્યક્રમ યોજાશે.

  • જનસેવક મહાકુંભ: પંચાયતથી પાર્લામેન્ટ સુધીના આ કાર્યક્રમમાં ગામડાઓના સરપંચોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત ‘સેવા મારું યોગદાન’, ‘સેવા સેતુ’, ‘રંગોળી રાષ્ટ્ર’ અને ‘રાષ્ટ્રીય ઈનોવેશન ચેલેન્જ’ જેવા કાર્યક્રમો યોજાશે.

આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, સંગઠન પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ વી.ડી. ઝાલા, રમણ વોરા અને ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા મહામંત્રીઓ બિપીન ઓઝા, પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!