હિમતનગર

હિંમતનગરની ડીસન્ટ વિદ્યાલયમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ગણેશ મહોત્સવ ઉજવાયો: ધોરણ ૫ના વિદ્યાર્થી આર્ય સુથારે કરી ગણેશ વંદના

હિંમતનગર શહેરમાં આવેલી જાણીતી ડીસન્ટ વિદ્યાલય ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણેશ મહોત્સવની ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ શ્રદ્ધામય માહોલમાં શાળાના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આર્ય કોવિદભાઇ સુથારે વિધ્નહર્તા શ્રી ગણેશજીની ભાવપૂર્ણ વંદના કરી હતી. આર્યએ ગણપતિ દાદાના સિદ્ધ મંત્રોનું પઠન કરવાની સાથે સાથે વિધ્નહર્તા ગણેશજી પોતાના ભક્તો પર કેવી રીતે અસીમ કૃપાવર્ષા કરે છે, તેનું ખૂબ જ સુંદર અને રોચક રીતે શાબ્દિક વર્ણન કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી રમેશભાઇ પટેલ, આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગણપતિ બાપાની આરતી અને પૂજન-અર્ચનામાં ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં “ગણપતિ બાપા મોરિયા”ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!