અમદાવાદ

સ્વપ્નિલ હાઇટ્સ, નવા નરોડા ખાતે ગણેશ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી અને વિસર્જન સ્થાપન

વિઘ્નહર્તા, મંગલકર્તા અને ગૌરીસુત શ્રી ગણેશજીનો મહોત્સવ નવા નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ હાઇટ્સ સોસાયટીમાં અત્યંત ધામધૂમ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.

આ ગણેશ મહોત્સવનું ખાસ આયોજન પરિવારની દીકરીઓને ત્યાં ચિ. મોક્ષિત અને ચિ. ધ્રિશિવના જન્મની પાવન ખુશીમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિધિવત રીતે સ્થાપન કરીને સમગ્ર સોસાયટીમાં મંગલમય વાતાવરણ ઊભું થયું હતું.

ભક્તિમય માહોલ અને ગરબા-ધૂનની રમઝટ

ગણેશ ઉત્સવ દરમિયાન સ્વપ્નિલ હાઇટ્સના રહીશો તેમજ આસપાસની સોસાયટીના લોકો મોટી સંખ્યામાં પૂજા-અર્ચનામાં જોડાયા હતા. આ પ્રસંગે ગરબા અગ્રણી જાગૃતીબેન, જ્યોત્સનાબેન, સામાજિક કાર્યકર ડાહ્યાભાઈ, મંથનભાઈ, દેવાંગભાઈ, હર્ષ વ્યાસ, દેવાંશી રાજન પટેલ, યશ્વી આયુષ પટેલ તથા ભવ્ય આશિષકુમાર વ્યાસ જેવા અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.

રહીશો અને બાળકોએ એકઠા થઈને ગણેશ પૂજન, મહાઆરતી, ધૂન અને રાસ-ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને ગણપતિ બાપાના જયકારાથી ગુંંજવી મૂક્યું હતું.

ધાર્મિક વિધિ સાથે બાપાનું વિસર્જન

સતત પૂજન-અર્ચના અને આરાધના બાદ તારીખ 18 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશજીનું શાસ્ત્રોક્ત અને ધાર્મિક વિધિ-વિધાન મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું.

સૌ ભક્તોએ ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ’ ના નારા સાથે સુખ, સમૃદ્ધિ, યશ અને કલ્યાણના આશીર્વાદ માંગીને દાદાને ભાવભીની વિદાય આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!