હિમતનગર

લૉ કોલેજ, હિંમતનગર ખાતે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત લૉ કોલેજ, હિંમતનગર ખાતે તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં આગ કે અન્ય માનવસર્જિત/કુદરતી આપત્તિ સમયે સુરક્ષા અને બચાવ અંગે જાગૃતિ આવે તેવા હેતુથી એક વિશેષ ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ફાયર સુરક્ષા વિભાગ, હિંમતનગરની ટીમમાંથી ખાસ ઉપસ્થિત રહેલા શ્રી વિજયસિંહ વાઘેલા, શ્રી હર્ષરાજસિંહ પઢેરીયા તથા શ્રી સાહિલ પટેલ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારને ફાયર સેફ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ફાયર ટીમ દ્વારા આગ બુઝાવવાનું પ્રત્યક્ષ નિદર્શન (Live Demonstration) કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગવાની ઈમરજન્સી પરિસ્થિતિમાં ફાયર સેફ્ટી સાધનોનો સાચો ઉપયોગ કરી આગ પર કેવી રીતે કાબૂ મેળવવો તેની વ્યવહારુ અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ આગથી બચાવ અને સુરક્ષાને લગતા વિવિધ પ્રશ્નો પૂછી સંતોષકારક માર્ગદર્શન મેળવ્યું હતું.

કોલેજના આચાર્યશ્રીના સુચારુ માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમ ફાયર વિભાગની ટીમનો સહયોગ તેમજ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓના સક્રિય સહભાગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!