સરદારપુરા (ચીકણા) ગામે ભવ્ય ‘રામ ચરિત માનસ કથા’નું આયોજન સંપન્ન

સરદારપુરા (ચીકણા) ગામે રામ ચરિત માનસ રાત્રી કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે વક્તા પૂજ્ય મહારાજ શ્રી અશોકદાસજી મહારાજે ભક્તોને સુંદર અને ભાવવાહી કથાનું રસપાન કરાવ્યું હતું.
કથાના સફળ આયોજનમાં નિમંત્રક નિર્મલસિહ ગુલાબસિંહ પરમાર, સરપંચશ્રી રેશમબેન ઠાકોર, ચૌધરી કાનજીભાઈ, રબારી KAMSI BHAI,પ્રજાપતિ શિવાભાઈ નાથાભાઈ, સંઘાજી ઠાકોર (ડિલિગેટ), બાબુભાઈ ઠાકોર (ડ્રાઇવર) તથા ચૌધરી NATHU HEMTABHAI (શિક્ષક) વગેરેનો આર્થિક અને તન-મનથી સાથ-સહયોગ રહ્યો હતો.
તા. ૨૩/૫/૨૬ થી ૨૯/૫/૨૬ દરમિયાન દરરોજ રાત્રે યોજાયેલી આ કથામાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, દેવી પૂજક સમાજ, સેનમા સમાજ અને ‘અનુસૂચિત જાતિ’ સમાજનો સમાવેશ થાય છે. કથા દરમિયાન કાસમભાઈ મીર દ્વારા શિવ સ્તુતિ અને શિવ-તાંડવનું રસપાન કરાવવામાં આવ્યું હતું.
આ નવ-દિવસીય કથામાં ગામ Nu KRUSHN મહિલા મંડળ અને અન્ય સેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળ, યુવાન અને વૃદ્ધ સૌએ કથાનો ભક્તિભાવપૂર્વક અનોખો લહાવો લીધો હતો.

