સાબરકાંઠા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી : અમદાવાદના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લા પોલીસની કડક કાર્યવાહી : અમદાવાદના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયો
અમદાવાદ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને પકડી પાડવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (આઈપીએસ) સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ (આઈપીએસ) સાહેબ દ્વારા જિલ્લામાં નાસ્તો ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.એમ. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તારીખ 02/01/2026ના રોજ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાપના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર વિનુભાઈને વિશ્વસનીય બાતમી મળી હતી કે અમદાવાદ શહેર યુનિવર્સિટી પાર્ટ–એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નં. 11191017250195/2025 (બીએનએસ કલમ 118(2), 296(બ), 351(3), 126(2), 54 તથા જીપીએફ મુજબ)ના કામનો આરોપી હસનેન જાવેદભાઈ વિજાપુરા, રહે. પરબડા, હિંમતનગર, હાલ રોડ પર ફરી રહ્યો છે.
બાતમીના આધારે હિંમતનગર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સદર આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. બાદમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરવામાં આવ્યો છે.




