ટોચના સમાચાર

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે પાણીની સમસ્યાએ લીધો ગંભીર વળાંક, રહીશોમાં ઉગ્ર રોષ

સંજય ગાંધી,હિમતનગર

ઇલોલ ગામમાં પાણીના પ્રશ્ને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. પાણી ટાંકી વિસ્તાર, પહાડિયા રોડ, કુમાર શાળાની પાછળનો વિસ્તાર તથા અલ-હમ્દ સોસાયટીમાં લાંબા સમયથી પાણીની તીવ્ર તંગી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નવી બનેલી રેસિડેન્સ સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાની પાઇપલાઇન નાખવામાં આવી હોવાથી વારંવાર પંચરો પડે છે અને પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો છે.

પરિણામે રહીશો પાસની સોસાયટીમાંથી પાણી લાવવા અથવા ટેન્કર મંગાવવાની ફરજમાં છે. વારંવાર રજૂઆતો છતાં કાયમી ઉકેલ ન મળતાં હવે કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અને જવાબદારી અંગે તપાસની માંગ ઉઠી છે. વહેલી તકે ગુણવત્તાયુક્ત પાઇપલાઇન નાખી સ્થાયી ઉકેલ ન લાવવામાં આવે તો આંદોલનની ચેતવણી પણ સ્થાનિકોએ આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!