હિમતનગર
હિમતનગર કેળવણી મડંળ સંચાલિત લો કોલેજ હિમતનગર ના કાયદાના વિદ્યાર્થીઓ ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી (FSL), ગાંધીનગર તથા ગુજરાત વિધાનસભા, ગાંધીનગરની મુલાકાતે

હિમતનગર કેળવણી મડંળ સંચાલિત લો કોલેજ હિમતનગર ખાતે અભ્યાસ કરતા કાયદાના
વિદ્યાર્થીઓ માટે તારીખ 08-01-2026ના રોજ કવચ સ્કીમ અંતર્ગત શૈક્ષણીક પ્રવાસનું આયોજન
કરવામા આવ્યું હતું.આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓને ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ
લેબોરેટરી (FSL), ગાંધીનગર તથા ગુજરાત વિધાનસભા, ગાંધીનગરની મુલાકાત કરાવવામાં આવી હતી.
આ સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને અનેક પ્રશ્નો
પૂછીને પોતાની જીજ્ઞાસા વ્યક્ત કરી. કોલેજના પ્રોફેસરો તર્થા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને સતત
માર્ગદર્શન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ શૈક્ષણીક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે
અત્યતં ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થયો





